Sep 17, 2018

અનોખો શિક્ષક દિન( 05-09-2018)

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મદિને શાળામાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાંં આવેલ. આ વખતે શાળા પરિવારે અનોખી રીતે શિક્ષક દિન ઉજવવાનું નક્કી કરેલ. 
               મિશન વિદ્યા અંતર્ગત પ્રિય બાળકોમાંથી મેઇન સ્ટ્રીમ થયેલાં બાળકોને એક દિવસ ના શિક્ષક બનાવ્યા હતાં. પ્રિય બાળકોનો ડર દૂર થાય અને તે પ્રોત્સાહિત થાય તે માટે અનોખી રીતે  શિક્ષક દિન ઉજવવામાં આવેલ. કાર્યક્રમના અંતે આ બાળકોની S.M.C. તથા પંચાયતના સભ્યોના હસ્તે પ્રમાણપત્ર તથા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.