May 9, 2017

શાળા પરિવાર માટે આનંદદાયક સમાચાર


આલ્બર્ટ આઇનસ્ટાઇનનું એક સરસ વિધાન છે " હું આજે ઊંચો દેખાતો હોઉં તો એનું એક કારણ એ પણ છે કે હું મારા પુરોગામીઓના ખભા ઉપર ઊભો છું."
 આજે આપણી શાળાને જિલ્લાની શ્રેષ્ઠ ૧૦ શાળાઓમાં સ્થાન મળ્યું છે તેમાં પણ હું કંઇક આવું જોઇ રહ્યો છું. છેલ્લા ઓગણીસ વરસથી અનેક ઝંઝાવાતો વચ્ચે અડીખમ ઊભા રહેલ વડલા સમા- મનસુખજતિ ગૌસ્વામી,જેઓ બદલી થઇ અન્યત્ર ગયા છે છતાં તેમની અમીટ છાપ શાળા કાર્યોમાં આજે પણ દેખાય છે એવા બાબુસાહેબ પરમાર,સુનીલભાઇ પટેલ,શૈલેશભાઇ ડોડિયા,પરેશભાઇ કોટેચા,મયંકભાઇ કનેરિયા,વર્ષાબહેન અને આ શાળાને પોતીકી માની કામ કરનાર તમામ શિક્ષક ભાઇઓ બહેનો ,મારા પૂર્વ આચાર્યશ્રી અમૃતલાલ પોરિયા અને અમૃતલાલ જોષી તથા અમારી હાલની ટીમ સનવાવના તમામ સભ્યોનું આમાં યોગદાન સમાવિષ્ટ છે.
ગીતા પ્રબોધિત ।। મા ફલેષુ કદાચન્ ।। માં શ્રદ્ધા ધરાવતો હોવા છતાં એ સ્વીકારું છું કે કદર એ વ્યક્તિની સામાજિક જરૂરિયાત છે.અમારા કાર્યની નોંધ લેવાઇ એ અમને ગમ્યું છે.
એ માટે D.I.E.T.-જૂનાગઢ અને G.C.E.R.T.નો ખૂબ ખૂબ આભાર.