નવીનતમ પ્રયોગો

  • ચપ્પલની વ્યવસ્થા
          શાળામાં અભ્યાસ કરતાં બાળકોના ચપ્પલ ચોરાવાની ફરીયાદ વારંવાર આવતી. મહિનામાં 10 થી 15 બાળકોના ચપ્પલ ચોરાઇ જતાં. મોટાભાગના બાળકો ચપ્પલ સરખા પહેરીને આવતાં હોવાથી કોના ચપ્પલ કોણ પહેરી ગયું તે ઓળખવું મુશ્કેલ બનતું. વાલીઓની ફરિયાદો પણ વધતી જતી હતી. ઘણી યુક્ત્તિઓ અજમાવી છતાં સફળતાં મળી નહી.
          5 જૂલાઇના રોજ પ્રાર્થનાસભામાં બાળકોને કહેવામાં આવ્યુ કે આવતી કાલથી કોઇએ મેદાનમાં ચપ્પલ કાઢવાના નથી. દરેક બાળકોએ ચપ્પલ  રાખવા માટે પ્લાસ્ટિક્ની અથવા તો કાપડની થેલી લઇ આવવી. થેલી ઉપર આપનું નામ માર્કરથી લખવું જેથી ભૂંસાઇ નહી. આપના વર્ગમાંથી એક ભાઇ અને એક બહેન એમ બે સ્વયંસેવક હશે. આ સ્વયંસેવકોને આપના ચ્પ્પલ થેલીમાં નાંખી જમા કરાવી દેવાં. સ્વયંસેવકમાં એવાં જ બાળકોની પસંદગી કરવામાં  આવશે જે વર્ગના તમામ બાળકોને ઓળખતો હોય.
         બીજા દિવસથી આ પ્રયોગ શરૂ કર્યો. 20 સ્વયંસેવકોની મદદથી આ કામ શરૂ કરવામાં આવ્યુ. શરૂ શરૂ માં બે ત્રણ દિવસ આ સિસ્ટમ સમજતાં બાળકોને થોડીક મુશ્કેલી પડી,પરંતુ થોડુંક માર્ગદર્શન મળવાથી મુશ્કેલી દૂર થવા લાગી.
          રિશેષ અને રજાના સમયે સ્વયંસેવકો પૂરી ખરાઇ કરીને જે તે બાળકોને ચપ્પલ પરત કરે છે. બે મહિના વિતી ગયાં હોવાં છ્તાં પણ એક પણ બાળકના ચપ્પલ ચોરાયેલ નથી કે ખોવાયેલ નથી.
            સારી કામગીરી બદલ આ 20 સ્વયંસેવકોને ઇનામ આપીને પ્રોત્સહિત કરેલ છે. શાળામાં આ પ્રયોગ હાલ ચાલું છે.