શાળાની વિશેષતાઓ

    • એડેપ્ટ્સ કાર્યક્રમ
    • ધોરણ 1-2માં પ્રજ્ઞા અભિગમ
    • ધોરણ 3 થી 8માં તાસ પદ્ધતિ.
    • ઓનલાઇન શિક્ષણમાં સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં સૌથી વધુ એક્ટિવ સ્ટુડન્ટ ધરાવતી શાળા.
    • શાળાના દરેક બાળકો પાસે શાળાએ બનાવેલ લેશનડાયરી અને પ્રાર્થનાપોથી 
    • નવોદય પ્રવેશ પરીક્ષા , N.M.M.S. જેવી પરીક્ષાની તૈયારી માટે વિશિષ્ટ આયોજન. 
    • છેલ્લા 10 વર્ષોમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં 14 કૃતિઓ જિલ્લા કક્ષાએ તથા ત્રણ કૃતિઓ રાજ્યકક્ષાના પ્રદર્શનમાં તેમજ એક કૃતિ રાષ્ટ્રીય કક્ષાના  પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી.
    • શાળાના  બાયસેગ સ્ટુડિયો ખાતે દુરવર્તી શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે.
    • શાળાના બાળકોએ આકાશવાણી રાજકોટ પરથી બે વખત સંકલિત કાર્યક્રમ રજૂ કરેલ છે.
    • સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંતર્ગત ગુજરાત ક્વીઝ તથા શ્રેષ્ઠ વાંચક સ્પર્ધામાં શાળાના બાળકોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
    • જિલ્લા કક્ષાની સ્કાઉટ રેલીમાં લાગલગાટ  ત્રણ વર્ષ સુધી શિસ્તબધ્ધતાની ચેમ્પિયન ટ્રોફી જીતી શાળાએ રનીંગ શિલ્ડ કબ્જે કરેલ છે.
    • શાળામાં લોક સહયોગથી સાઊન્ડ સિસ્ટમ, પીવાના પાણીની ટાંકી,બોર, પંખા-26, ટ્યૂબ લાઇટ-26, ટેબલ-11,હાર્મોનિયમ, લોખંડનો ગેટ જેવી સુવિધા ઊભી કરી શકાઇ છે.આ ઉપરાંત પીવાના પાણી માટે વોટરકૂલર તથા વોટરરૂમની સગવડ પણ છે.
    • પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની જ્ઞાનતુલા અંતર્ગત એક ગ્રામ ગ્રંથાલય કાર્યરત છે.
    • શ્રી રામ કૃષ્ણ આશ્રમ દ્વારા શાળામાં સંચાલિત બાલકસંઘ કેન્દ્રના સભ્યોએ પોતાને નાસ્તા પેટે મળેલ રકમ રૂપિયા 15000 માંથી શાળા પરિવારને 16 સિમેન્ટના બાંકડા અર્પણ કરેલ છે.