:: દીપ ઍવોર્ડ અર્પણ સમારોહ - 2018::
બૃહદ્ ઊના ( ગીરગઢડા-ઊના) તાલુકામાં કાર્યરત પ્રાથમિક શિક્ષકો પૈકી પ્રતિ વર્ષ એક શિક્ષકના શિક્ષકત્વની ભાવવંદના કરવા એવમ્ તેમની શ્રેષ્ઠતાને પુરસ્કૃત કરવાના ઉદ્દેશ્યથી વર્ષ 2018થી પ્રતિ વર્ષ બન્ને તાલુકાના પ્રાથમિક શિક્ષકો પૈકી કોઇ એક શિક્ષકને દીપ ઍવોર્ડથી સમ્માનિત કરવાનો ઉપક્રમ નક્કી કરાયો છે.જે અંતર્ગત સનવાવ પ્રાથમિક શાળાના નવા સંકુલ ખાતે દિનાંક : 5 સપ્ટેમ્બરના રોજ ઍવોર્ડ અર્પણ સમારોહ રાખવામાં આવેલ.જેમાં આ વર્ષનો એવૉર્ડ આપણા સનવાવ પ્રાથમિક શાળા પરિવારના આદર્શ શિક્ષક શ્રી મનસુખજતિ ગૌસ્વામીને અર્પણ કરવામાં આવ્યો હતો.કર્મઠ શિક્ષક શ્રી દિનેશભાઇ ઠાકર તથા સમાજસેવક શ્રી પરમાનંદભાઇ જુમાણીના વરદ હસ્તે સન્માનપત્ર,પુસ્તકો તથા રૂ.5100/- ની વિત્તરાશિ અર્પણ કરી પુરસ્કૃત શિક્ષકનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડિવાઇન સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિનયભાઇ પરમાર,જાયન્ટ્સ ગૃપ ઊનાના પ્રમુખ કમલેશભાઇ જુમાણી, મંત્રી અતુલભાઇ ભટ્ટ, વિખ્યાત વાંસળીવાદક વિપુલભાઇ વોરા, વાચનવીર ઉકાભાઇ વઘાસિયા તથા જરગલી શાળાના આચાર્ય પારસભાઇ હિરપરા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.શ્રી આનંદ ઠાકરે ઍવોર્ડની રૂપરેખા આપી હતી.સમગ્ર કાર્યક્રમમાં સનવાવ ગ્રામ પંચાયતના સભ્યો,S.M.C.ના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી મનસુખજતિ ગૌસ્વામીએ પુરસ્કારમાં મળેલી વિત્ત રાશિ શાળા પરિવારને અર્પણ કરી હતી.