Jan 28, 2018

સનવાવ પ્રાથમિક શાળાના બાળકોએ કર્યો N.M.M.S. પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ ::


રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવાતી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના આજરોજ જાહેર થયેલ પરિણામમાં ગીરગઢડા તાલુકાની સનવાવ પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્તમ દેખાવ કર્યો હતો.શાળાના કુલ ૮ બાળકોએ શિષ્યવૃત્તિ મેળવવા માટેની આ પરીક્ષા આપેલ હતી.આજરોજ જાહેર થયેલ પરિણામ અને મેરીટ યાદી અનુસાર આ તમામ બાળકો મેરીટ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.જેથી શાળાનું ૧૦૦% પરિણામ આવ્યું હતું.માત્ર એટલું જ નહિ પણ આ આઠ વિદ્યાર્થીઓ પૈકી વેગડ ધાર્મિક હરિભાઈ એ ૧૮૦માંથી ૧૬૮ ગુણ મેળવી સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ સ્થાન,વેગડ જય હસમુખભાઈએ ૧૬૩ ગુણ મેળવી બીજું સ્થાન જયારે વેગડ સૌરવ પ્રવીણભાઈ તથા પરમાર જગદીશ ઉકાભાઇએ ૧૬૦ ગુણ મેળવી સંયુક્ત રીતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.આ આઠેય વિદ્યાર્થીઓને સરકાર તરફથી તેમના ધો.૯ થી ૧૨ ના અભ્યાસ માટે ચાર વર્ષ સુધી પ્રતિમાસ રૂ.૫૦૦/- લેખે શિષ્યવૃત્તિ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ તેમના માર્ગદર્શક મનસુખજતિ ગૌસ્વામી તથા શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ જોશીએ અભિનંદન પાઠવ્યા હતા.
(મેરીટમાં પસંદગી પામવાથી ખુશખુશાલ આઠેય વિદ્યાર્થીઓની તસવીરી ઝલક)