Apr 16, 2017

દિક્ષાંત સ્રમારોહ (ધોરણ - 8 , દિનાંક : ૧૫/૦૪/૨૦૧૭)

  • દિનાંક : ૧૫/૦૪/૨૦૧૭ શનિવારના રોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજવામા આવેલ. 
  • હનુમાન ચાલીસા પુસ્તિકા આપીને તમામ વિદ્યાર્થીઓનુ સન્માન   કરવામાં આવેલ. 
  • વર્ષમા 1૦૦ ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. 
  • પાઠ્ય પુસ્તકોની  વ્યવસ્થિત જાળવણી કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામા આવેલ.
  • બાલ સંસદ અંતર્ગત મધ્યાહ્ન ભોજન સમિતીમાં શ્રેષ્ઠ કામગિરી કરનાર સભ્યોને એક એક જોડી ડ્રેસ આપીને સન્માનીત કરવામાં આવેલ.
  • શારિરીક તેમજ માનસીક તકલીફ હોવા છતાં પણ ૯૦ ટકા વર્ષમાં હાજરી આપનાર ધોરણ 8 ના પ્રિય વિદ્યાર્થીઓ પરમાર કિશનભાઇ તેમજ ડોડીયા પુનીબેનને  એક એક જોડી ડ્રેસ આપીને સન્માનીત કરવામાં આવેલ.
  • ધોરણ 8 ના વિદ્યાર્થી ઓ એ પ્રતિક રૂપે ૧૮ દેશનેતાઓના ફોટા શાળા પરિવારને અર્પણ કરેલ. 
  • આ કર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતી ના સભ્યો ખાસ હાજર રહેલા .
  • અંતે શાળા પરિવારના ૬૬૪ બાળકોને નાસ્તો તથા શરબત આપીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.