Dec 23, 2018

ગિરનારની લીલી પરિક્રમા (18-12-2018, મંગળવાર)






























































ગરવા ગીરનારની લીલી પરિક્રમા આપણા પ્રદેશની આગવી ઓળખ છે.36 કિ.મી.ની કઠિન પરિક્રમા પગપાળા પ્રકૃતિની ગોદમાં રહીને પૂર્ણ કરવાની હોય છે.ભજન અને ભોજનના સમન્વય સાથે ભાતીગળ લોકોનો મેળાવડો એટલે પરિક્રમા. ગીરનારની પરિક્રમાનો લાભ શ્રદ્ધા અને સામર્થ્ય હોય તો પ્રાપ્ત થઇ શકે છે.દિવાળી વેકેશન પછી પ્રાર્થના સમ્મેલનમાં લીલી પરિક્રમાવિશે બાળકોને વાત કરવામાં આવી. જેના લીધે બાળકોમાં પરિક્રમા વિશે વધુ જાણવાની ઇચ્છા થઇ. વિવિધ અખબારો દ્વારા પ્રસિદ્ધ અહેવાલો તથા ગુગલ ગુરૂની મદદથી પરિક્રમા વિશે જાણકારી મેળવવાના પ્રયાસો થયા અને એકાદ પખવાડિયું જાણે શાલેય વાતાવરણ પરિક્રમામય બની ગયું. ગડમથલ દરમિયાન શાળાના શિક્ષક મનસુખજતિ ગૌસ્વામીના મનમાં એક વિચાર આવ્યો કેઆપણે ગીરનારની પરિક્રમાનું સિમ્યુલેશન કરી બાળકોને પ્રત્યક્ષીકરણ કરાવીએ તો?” જે વિચાર આખરે નવતર પ્રયોગ ભણી દોરી ગયો!
એક શનિવારે રજા મળ્યા પછી સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીની મદદથી ગીરનાર પર્વત અને પરિક્રમા પથ બનાવવાની શરૂઆત થઇ.ઝીણા બાવાની મઢી,માળવેલો,ભવનાથ તળેટી,નળપાણીની ઘોડી,બોરદેવી વગેરે પરિક્રમાના લેન્ડમાર્ક સ્થળો બનાવાયા તો સાથે સાથે વહેતાં ઝરણાં અને વનરાજી પણ ઊભી કરાઇ.વન્ય પશુઓ તરીકે મ્હોરાં પહેરાવી બાળકોને ગોઠવ્યા! તો પરિક્રમામાં આવતી પચરંગી પ્રજાનો પરિચય મળી રહે માટે સાધુ સંતો,પરંપરાગત વેશભૂષામાં સજ્જ  વિવિધ જ્ઞાતિ સમૂહો માટે બાળકો નક્કી કરાયા.દોઢ દિવસની જહેમતમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા તો ગામના બે સેવાભાવી વ્યક્તિઓ ભુટાભાઇ અને જાવેદભાઇ પણ ખડેપગે રહ્યા.
પરિક્રમા પથ તૈયાર થઇ ગયા બાદ સોમવારે આયોજનને વધુ નક્કર સ્વરૂપ અપાયું.બાળકોને બપોરના ભોજનમાં .ભો.ની સાથે સાથે દેશી ખાણું શાક-રોટલા અને પ્રસાદના દાતા તરીકે સ્ટાફમાંથી જીજ્ઞેશભાઇ તન્ના અને તેજલબહેન ચોથાણીએ સઘળો ખર્ચ ઉઠાવવાનું સ્વીકાર્યું.આમ પરિક્રમાની સંપૂર્ણ તૈયારી થઇ.
એકાદશીને મંગળવારે પરિક્રમા દિવસની ઉજવણી કરાઇ.બાળકોએ નવતર પ્રત્યક્ષીકરણને હ્રદયપૂર્વક માણ્યું.પરિક્રમાના માર્ગમાં આવતા માળવેલો,શ્રવણની કાવડ વગેરે સ્થળો બાળકોનેનિન્ઝા ચેલેન્જજેટલી મજા આપતા હતા.પરિક્રમાના એક પડાવ પર ગામના ભજનિક દીપાબેન ડાભી તથા દિનેશબાપુ દુધરેજિયા દ્વારા સંતવાણી રજૂ કરાઇ હતી.સમગ્ર કાર્યક્રમમાં ગામલોકો પણ જાતિ ધર્મના ભેદભાવ વગર જોડાયા હતા.આમ બાળકોએ લીલી પરિક્રમાનો એક અદભુત અનુભવ મેળવ્યો હતો.